AAPના રોડ શોની તૈયારી પર પાણી ફર્યું!:ઉનામાં આપનાં કાર્યકરો કલાકો સુધી રાહ જોતા રહ્યાં; પંજાબનાં મુખ્યમંત્રી બારોબારથી ચાલ્યા ગયા

ઉના2 મહિનો પહેલા

ઉના-ગીરગઢડા તાલુકાના આપના ઉમેદવારના સમર્થનમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની રેલી સાથે રોડ શોની તૈયારી કરવામાં આવી હતી. ડી.જે. સાથે વાહનોનો કાફલો સવારથી શહેરમાં વડલા ચોક વિસ્તારમાં ગોઠવાય ગયો હતો. ગુજરાત પોલીસ સાથે પંજાબ પોલીસ પણ સવારથી બંદોબસ્તમાં હોય પોલીસ શહેરમાં બપોરના એકાદ વાગ્યાથી તમામ પોઇટ પર બંધોબસ્તમાં ખડેપડે રહ્યાં હતાં.

બપોરે ત્રણ વાગ્યે ઉમેદવાર અને તેની સાથેના ગણ્યા ગાંઠ્યા લોકો ટેકેદાર વાવટા, ઝંડા સાથે આવી ગયા હતા. લોકો આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઝલક જોવા રાહ જોઇ રહ્યા હતા. રેલી રોડ શોમાં માનવમેદની નહીં ભેગી થતાં અચાનક પંજાબ પોલીસ અને આપ પાર્ટીના પ્રચાર વાહનોનો કાફલો સાથે સુત્રોચાર સાથે નિકળી જતાં અને રોડ શોનો ફિયાશ્કો થયો હતો.

મુખ્ય મંત્રીનો રોડ શો કેન્સલ થતાં ગણ્યા ગાંઠ્યા લોકોની સામાન્ય રેલી મોટર સાયકલ દ્વારા વડલા ચોકથી ત્રિકોણ બાગે આંબેડકર પ્રતિમાને ફુલહાર કરી રવાના થઈ ગઈ હતી. આમ મોટા ઉપાડે રોડ શો કરવાની આપની આશા પર પાણી ફરી વળ્યા છે. પંજાબનાં મુખ્યમંત્રીના અંગત રક્ષકોએ સવારથી બપોર સુધીનો સમગ્ર માહોલ જાતે નિહાળીને પાર્ટીનાં કાર્યક્રમ અંતર્ગત જાણ કરતા પ્રચાર માટે ઉના આવવાનું પંજાબના મુખ્યમંત્રીએ ટાળ્યું હતું. માનભેર બારોબાર નિકળી જતાં આપનો સાવરણો પણ પ્રચારની રેલી પાછળ આવેલી ગાડી હેઠળ કચડાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...