'તુ મને ગમતી નથી, તુ મરીજા નહીંતર હું મરી જાવ':ઉનામાં યુવાને તેની ફિઓન્સીને આપી ધમકી, યુવતીએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું

ઉના17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીને મરવા મજબુર કરવા યુવાન સામે ગુન્હો નોંધાયો
  • યુવાન મોબાઇલમાં ચેટ કરી તેની ફિઓન્સીને મેણાટોણા મારતો

ઉનાના દેલવાડા ગામે રહેતી યુવતીને આર્મીમાં ફરજ બજાવતા શખ્સે તું કાળી છે, મને ગમતી નથી. મારે તારી સાથે સગાઇ કરવી નથી. કાંતો તું મરીજા નહીંતર હું મરી જાવ તેમ કહેતા યુવતીને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. બાદમાં યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન યુવતીની સ્થિતી ખુબ જ ખંભીર બનતા તેને બચાવી શકાઈ નહીં અને અંતે યુવતીએ તેની જીદંગીના છેલ્લા શ્વાસ લેતા યુવતીનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઇએ તેની બહેનને મરવા માટે મજબુર કર્યા હોવાની પોલીસમાં ફરીયાદ નોધાવી હતી.

ઉના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં આવી
ઉના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં આવી

મારે તારી સાથે સગાઇ કરવી નથી...
ઉનાના દેલવાડા ગામે રહેતી સગીરા સાથે થોડા દિવસો પહેલા સીમર ગામમાં રહેતો ધર્મેશ લાખા મેવાડા સાથે સગાઇ થયેલ હતી. અને ધર્મેશ મેવાડાએ યુવતીના ફોનમાં વોટ્સપમાં મેસેજ કરી કહેલ કે તુ કાળી છે. જેથી તું મને ગમતી નથી. મારે તારી સાથે સગાઇ કરવી નથી. કાતો તુ મરીજા નહીતર હું મરી જાવ તેમ કહી મોબાઇલમાં ચેટ કરી મેણાટોણા મારી યુવતીને મરવા મજબુર કરેલ હતી. જેથી યુવતીને આ વાત મનમાં લાગી આવતા પોતાની મેળે મકાનમાં ઉપરના માળે રૂમમાં તા.21 જુલાઇના બપોરના સમયે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજેલ હતું. આ ઘટનાથી મૃતક યુવતીના પરીવારજનોમાં શોક પ્રસરી ગયેલ હતો. આ અંગે મૃતકના ભાઇએ ઉના પોલીસમાં ફરીયાદ નોધાવેલ હતી. પોલીસે આ શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...