લોકોમાં ભયનો માહોલ ફેલાઈ:ઉનાના ઉમેજ ગામની સીમ વાડીમાં કપાસના ઉભા પાકમાં અજગર જોવા મળતા શ્રમિકોમાં નાસભાગ મચી

ઉના25 દિવસ પહેલા

ઉના તાલુકાની સીમ વિસ્તારમાં અવાર નવાર અજગર નિકળતા જોવા મળી રહ્યા છે, જેથી લોકોમાં પણ ભય ફેલાયો છે. ત્યા વધું એક ઉમેજ ગામની સીમ વાડી વિસ્તારમાં ખેતી પાક કપાસના વાવેતરમાં અજગર જોવા મળતા ખેડૂત અને શ્રમિકો વર્ગમાં નાસભાગ મચી હતી.

ઉમેજ ગામે ગીગલીપા વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂત જોધુભા જીવાભા ગોહિલના ખેતરમાં કપાસનું વાવેતર કરેલ છે. તેમાં મજૂરો કપાસ વીણતાં હતા, ત્યારે અચાનક અજગર નજરે પડતાં ખેડૂત તેમજ મજૂરોમાં નાસભાગ મચી હતી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે આ અજગર જોવા મળતા થોડીક ક્ષણોમાં અઘોચર ઝાડમાં નાશી ગયેલ હોવાનું વાડી માલીકે જણાવેલ હતું. બાદમાં ખેતીમાં કામગીરી બંધ રાખી દીધેલ હતી.

અન્ય સમાચારો પણ છે...