ઊનાનાં કાણકબરડા ગામમાં આજે રાત્રીના સમય દરમ્યાન બે સિંહો સીમ વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચઢ્યા હતા. અને આખા ગામમાં રાઉન્ડ માર્યા બાદ પ્લોટ વિસ્તારોમાં આવેલ રહેણાકી મકાન નજીક ગાય પર હુમલો કરી મારણ કર્યું હતું. બાદમાં મારણની મીજબાની માણી હતી. અને નજીક આવેલ પાણી પુરવઠાની જગ્યામાં આરામ ફરમાવી પરત સિમ વિસ્તાર તરફ જતા રહ્યા હતા. આમ સિહો ગામમાં ઘુસી પશુના મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટનો માહોલ ફેલાયો હતો.
અવાર નવાર વન્ય પ્રાણીઓ ગામોમાં આવી જતા લોકોમાં ભય
કણકબરડા તેમજ નજીક આવેલ ઉમેજ સહીતના ગામોમાં અવાર નવાર સિંહ દિપડા જેવા વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે અને વારંવાર મૂંગા પશુ ઉપર હુમલા કરી મારણની મિજબાની માણી ચાલ્યા જતા હોય છે. થોડા દિવસ પહેલા જરગલી ગામમાં સિંહે ગાયનું મારણ કર્યું હતુ. છેલ્લા એક માસમાં પાચ જેટલા પશુઓ જેમાં ગાય, બળદ તેમજ ગધેડાનું મારણ કરેલ હતુ. જેથી લોકો અને ખેડૂતોના ભય સતાવી રહ્યો છે. વનવિભાગ દ્વારા તાત્કાલિક વન્ય પ્રાણીઓને જંગલ તરફ દૂર ખસેડવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.