વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા ગીરગઢડા આવ્યા હતા. અને ગીર પંથકના પડતર પ્રશ્નોને લઈ ચર્ચા કરી હતી. ગીર જંગલમાં આવતા સેટલમેન્ટ ગામ ઘોડાવદરી અને અન્ય ગામોની મુખ્ય માંગોને લઈ રજૂઆત કરી હતી. સેટલમેન્ટ રીપોર્ટ મુજબ પાતળેશ્વર મહાદેવ મંદિરે દર્શન માટે જવાની મંજુરી હોવા છતા અધિકારી દ્વારા મનાઈ કરવામાં આવી છે. અને શ્રાવણ માસ દરમિયાન આ મંદિરે જવા દેવામાં આવે છે. જેમા ટાઈમ નક્કી કરાયો છે. પરંતુ બાબરીયા રેન્જ ઓફિસર તરફથી સવારે 8 વાગ્યા પછી જ પ્રવેશ અપાય છે.
આ અંગે ફરિયાદ કરાય તો એવો જવાબ મળે છે કે, સવારે રસ્તા પર સિંહ બેઠા હોય છે. જેને જોવા માટે લોકો જતા હોય છે. આ ઉપરાંત સરાકડીયા નેસ જ્યાં વર્ષોથી આંદોલન થઈ રહ્યાં છે. સોનબાઈ માનાં રસ્તા મુદ્દે પણ રજૂઆત કરાઈ હતી. લોકોએ કહ્યું હતું કે, જશાધાર ગેટથી માત્ર 3 કિમીએ આવેલ સરાકડીયા નેસ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દા પર રહેશે. અત્રે ઉલ્લેખનીય એ છે કે, ગીરગઢડા તેમજ ઊના પંથકના ગ્રા. પંચાયતના સરપંચો દ્વારા પણ લેટર પેડ પર ગેઈટ ખોલવા મુદ્દે રજૂઆત કરાઈ હતી. અને અનેક આવેદનો પણ અપાયા છે. છતા અનેક પ્રશ્નો અણઉકેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.