એકીસાથે ત્રણ સિંહોએ પશુ પર ત્રાડ મારી:ગીરગઢડાના ફરેડા ગામે સિંહોએ મારણની મીજબાની માણી, વાહન રસ્તા પર થંભી ગયા, વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઉનાએક મહિનો પહેલા

ગીર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ સિંહ, દીપડા સહિત શિકારની શોધમાં અવાર-નવાર આવી ચડતાં હોય છે. ત્યારે ગીર જંગલની તદ્દન નજીક ગીરગઢડાના ફરેડા ગામે શિકારની શોધમાં આવેલા ત્રણ સિંહોએ મોડી રાત્રિના સમયે એક પશુ પર હુમલો કરીને મુખ્ય રસ્તા પરજ મારણ કરી મિજબાની માણી હતી. આ સમયે વાહન ચાલકો થંભી ગયા હતા.

ત્રણેય સિંહોએ મારણની મીજબાની માણી
ફરેડા ગીર જંગલને અડીને આવેલ ગામ હોય જેમાં મોડી રાત્રીના સમયે એક સાથે ત્રણ સિંહોનો પરિવાર ગામમાં ધામા નાખી શિકારની શોધમાં પહોંચ્યો હતો. સિંહોએ ફરેડા ગીરગઢડા ગામનાં મુખ્ય રસ્તા પર જ એક પશુ પર હુમલો કર્યો હતો. બાદ ત્રણેય સિહોએ મારણની મીજબાની માણી હતી.

ઘટના વાહન ચાલકોએ નિહાળી
આ રસ્તા પરથી પસાર થતો વાહન વ્યવહાર થોડીવાર માટે થોભી ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના ગામના લોકો તેમજ વાહન ચાલકોએ નિહાળી હતી. આ ત્રણ સિંહે મારણની મિજબાની માણી તે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...