લોકોમાં ભય:ગીરગઢડા પંથકનાં બેડીયા ગામે 2 સાવજે 4 પશુના મારણ કર્યા

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આખલાનો શિકાર કરવા પાછળ દોટ પણ મુકી’તી

ગીરજંગલ બોર્ડર નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણીની સતત અવર જવર થતી હોય છે. અને અવાર નવાર પશુના મારણ કરી મિજબાની માણી જંગલમાં નાશી જતા હોય છે. ત્યારે ગીરગઢડાના બેડીયા ગામમાં રાત્રીના નવ વાગ્યાની આસપાસ બે સિંહ ઘુસી જતાં પશુઓમાં અફડા તફડી મચી ગયેલ હતી. અને ગામમાં એક પછી એક ચાર પશુઓના મારણ કરી નાખતા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાત્રીના સમયે સિંહે આખલાનો શિકાર કરવા પાછળ દોટ મુકી હતી. ત્યારે અચાનક આખલો સિંહ સામે બાથ ભીડવા જતાં આખલો સિંહ ઉપર ઢળી પડતા આખલાને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

બાદમાં આખલો વધુ ભાગી શક્યો નહીં જેથી સિંહે ઇજાગ્રસ્ત આખલાને મોકાનો ફાયદો ઉઠાવી ઘટના સ્થળેજ શિકાર કરી મારણની મિજબાની માણી હતી. આમ સિહે અલગ અલગ ચાર પશુઓના મારણ કરી મિજબાની માણી હતી.જોકે આ સમગ્ર શિકારની ઘટના અઢી કલાક એટલેકે બાર વાગ્યા સુધી ચાલી હતી. જેમાં ચાર પશુના મારણથી ગામ લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. તસવીર: જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...