કોડીનારના સેઢાયા ગામે રહેતા અને ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં આધેડ પોતાની બાઈક પર વિઠ્ઠલપુર ગામ તરફ જતાં હતા. એ દરમિયાન રસ્તા પર અચાનક બાઇક સ્લીપ થતાં ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કોડીનારના સેઢાયા ગામે રહેતાં રામભાઇ લાખાભાઇ સરવૈયા (ઉ.વ.55) નજીકના વિઠ્ઠલપુર ગામ તરફ પોતાની બાઇક નં.જી જે 32 ક્યું 3868 પર જતાં હતા. ત્યારે સેઢાયા-વિઠ્ઠલપુર રોડ પર અચાનક બાઇક સ્લીપ થતાં બાઈક ફંગોળાઈ ગયેલી. જેમાં રામભાઇ નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તાત્કાલિક 108માં કોડીનાર હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધું સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
તેમજ બાઈક પાછળ બેઠેલા મજૂર યુવાનોને પણ નાની મોટી ઇજા પહોંચી હતી. આ અક્સ્માતમાં આધેડના મોતથી તેમનાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર ત્રણ બહેનના એકના એક ભાઈ હતાં. તેમજ સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર હોય પિતા અને ભાઈની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગયેલી હતી. આ અંગે મૃતકનો પુત્ર દીપક રામભાઈ સરવૈયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.