આખરે દીપડો પાંજરે પુરાયો:ઉનાના અંજાર રોડ ઉપર આવેલ આંબાવાડીમાં ખુખાર દીપડો પાંજરામાં કેદ, લોકોએ રાહતનો શ્વાસ લીધો

ઉના22 દિવસ પહેલા

ઉનાના અંજાર ગામે જતાં રસ્તા પર આવેલ આંબાવાડીમાં છેલ્લાં ઘણાં સમયથી દીપડાના આટાફેરા વધી જતાં ખેડુતોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અને તેની જાણ વન વિભાગને કરતા વાડીમાં પાંજરું ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે સાંજના સમયે દિપડો પાંજરમાં કેદ થયો હતો.

અંજાર રોડ ઉપર આવેલ બિજલભાઇ વાજાની આંબાવાડી ધવલ નર્સરીમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરા વધી ગયા હતા. જેથી વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આંબાવાડીમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. સમી સાંજના સમયે અંધારું થતા જ દીપડો શિકારની લાલચમાં પાંજરામાં કેદ થઈ ગયો હતો. વનવિભાગ દ્વારા દીપડાને પાંજરામાં કેદ કરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેથી વાડી વિસ્તારના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...