• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Una
  • In A Village With A Population Of 1500 In Una, The Panchayat Has Given Rs. 30 Lakhs Development Works; A Happy Atmosphere Among The Villagers Providing The Facilities Of Need

આઝાદી પછી પહેલી વાર વિકાસ:ઉનામાં 1500ની વસતિ ધરાવતા ગામમાં પંચાયતે રૂ. 30 લાખના વિકાસના કામો કર્યા; જરૂરિયાતની સુવિધા પુરી પાડતા ગામ લોકોમાં ખુશીનો માહોલ

ઉના2 મહિનો પહેલા

ઉનાના પાતાપુર ગામમા પંચાયત દ્વારા રૂ. 30 લાખના વિકાસના કામો કરી ગામને સ્વચ્છ અને લોકોની જરૂરિયાત સુવિધા પુરી પાડતા ગામ લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો અને આ કામગીરીને બિરદાવી હતી.

ગામની અનેક પ્રાથમિક સુવિધાઓમાં વધારો થયો
1500ની વસતિ ધરાવતા ગામમાં આઝાદી પછી પહેલી વાર વિકાસ થયો હોવાનું લોકોમાં જાણવા મળ્યું છે. ત્યારે નાના એવા પાતાપુર ગામમાં અત્યાર સુધી ક્યારેય વિકાસ થયો ન હતો. ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ગામના શિક્ષિત મહીલા સરપંચ અરૂણાબેન અશોકભાઈ છોડવડીયા સરપંચપદે ચૂંટાયા હતા. ત્યારબાદ ગામની અનેક પ્રાથમિક સુવિધાઓમાં વધારો થયો હતો.

ગામ લોકોએ પંચાયતની કામગીરીને બિરદાવી
ગામમાં રહેતા દરેક સમાજના લોકો એકસંપથી રહે અને ગામમાં શાંતિ સુલેહ કાયમી માટે જળવાઈ રહે તે માટે ગ્રામસભામાં ઘર દીઠ એક વ્યક્તિને ફરજિયાત હાજર રહેવાના નિયમો બનાવ્યાં હતા. સરકારની વિવિધ યોજનાની માહિતી પણ તમામ લોકોને આપવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા રૂ. 30 લાખના વિકાસના કામો કરી ગામને સ્વચ્છ અને લોકોની જરૂરિયાત સુવિધા પુરી પાડતા ગામ લોકોએ પણ પંચાયતની કામગીરીને બિરદાવી હતી.

30 લાખના વિકાસના કામો
સુવિધાઓ જેવી કે, રોડ-રસ્તા, ગટર, સ્મશાન, ગંદા પાણીનો નિકાલ, ગામની પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેતા શિક્ષકો તેમજ પીવાના પાણીની વ્યવસ્થા માટે વિવિધ યોજના હેઠળ ગામની બજારોમાં બ્લોક ફીટ કરાયા, ઉમેજ ગામથી પાતાપર સુધીનો રોડ ડામરથી મઢવામાં આવ્યો, ગામની રખડતી ભટકતી રેઢિયાળ ગાયો માટે ગૌ શાળા બનાવાઈ, ગામમાં વાઈફાઈની સુવિધા, શોલાર રૂફટોપથી ચાલતી સ્ટ્રીટ લાઈટ તમામ વિસ્તારમાં ફિટ કરાઈ, આરોગ્ય વિશે ધ્યાન દોરી દર પંદર દિવસે ગામના મહિલા સરપંચ અરૂણાબેન અશોકભાઈ આરોગ્ય કર્મચારી મયુરીબેન મોરી સાથે રહી ડોર ટુ ડોર મુલાકાત લઈ પ્રાથમિક સારવારની જરૂર પડે તેવા દર્દીને મદદરૂપ થાય છે. પર્યાવરણને લાગતા કામો જેવા કે ગામના લોકોને આંબા, લીમડા જેવા અનેક પ્રકારના વૃક્ષો ઘરે ઘરે જઈને લોકોને વિતરણ કરી વૃક્ષારોપણ પણ કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...