લાઇવ વીડિયો વાયરલ:ગીર જંગલ નજીકના ગામમાં સિંહે ગાયનું મારણ કરી મિજબાની માણી, લોકોમાં ભયનો માહોલ

ઉના15 દિવસ પહેલા

ગીર જંગલના વન્ય પ્રાણીઓને ગ્રામ્ય વિસ્તારમાં આવવું સામાન્ય બની ગયું હોય તેમ જંગલ નજીકના એક ગામમાં સિંહ આવી ચડ્યો હતો અને એક ગાય પર હુમલો કરી રસ્તા પરજ મારણ કરી મીજબાની માણી હતી. જેના લાઇવ દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

એક સિંહ ગામમાં ઘુસી આવતા પશુઓમાં અફડા તફડી મચી ગઈ હતી. અને સિંહે એક ગાયને નિશાન બનાવી તેમનાં પર હુમલો કરી દેતા ગાયનું ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતું. ત્યાર બાદ સિંહ શહેરી વિસ્તારમાં આવેલ રસ્તા પરજ મારણની મિજબાની માણી હતી. જોકે આ સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો ગામલોકો એ નિહાળી હતી. આમ સિંહ ગામમા ઘુસી આવતા ગામ લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયેલ હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...