રજૂઆત:ગૌચર ગામતળ, ખરાબાની જમીનમાં ગેરકાયદે દબાણો

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો દ્વારા તાત્કાલીક દબાણો દૂર કરવા ઊના ટીડીઓને લેખીતમાં રજૂઆત કરવામાં આવી
  • ​​​​​​​ઊના પંથકનાં સામતેર ગામે આવેલ

ઊના પંથકના સામતેર ગામે આવેલ ગૌચર ગામતળ, ખરાબાની જમીનમાં ગેરકાયદેસર દબાણો થયેલ હોય તેને તાત્કાલીક દૂર કરવા સમસ્ત ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખીતમાં રજૂઆત કરાઈ છે. આ અંગેની મળતી વિગત મુજબ ઊના પંથકનાં સામતેર ગામમાં આવેલી ગૌચર ગામતળ, ખરાબાની જમીનોમાં ગેરકાયદેસર દબાણો થયેલ હોય.

જે દબાણો તાત્કાલીક દૂર કરવા પંચાયત દ્વારા 160 જેટલી 105ની નોટીસ અને નિયમ 55 મુજબની નોટીસો પણ પંચાયત દ્વારા દબાણ કરતા લોકોને રજીસ્ટર એડી દ્વારા આપેલી હોય છતાં સામતેર પંચાયત દ્વારા દબાણો દૂર કરવામાં આવેલ નથી. જેથી ગેરકાયદેસર ગૌચર, ખરાબાની જમીનમાં થયેલ દબાણો તાત્કાલીક દૂર કરવા સમસ્ત ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...