કારે એક પછી એક બે બાઈકને એડફેટે લીધા:ઉનાના નાથળ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના, મહીલા સહીત ત્રણને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ

ઉના24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉના પંથકમાં છાશવારે અકસ્માતની ઘટના વધી રહી હોય તેમ જણાઈ છે. ઊના વેરાવળ હાઇવે નવો બન્યા પછી વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ નાથડ ગામ નજીક અજાણ્યો કાર ચાલકે હિટ એન્ડ રનમાં વૃધ્ધ મહીલા સહીત ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા બે ને હાથ પગ માથામાં ગંભીર ઇજા પહોચી હતી. બન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ ઉના સરકારી હોસ્પીટલ બાદમાં રાજકોટ, જુનાગઢ રીફર કરવામાં આવેલા છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના કાજલી ગામમાં રહેતાં વાલજી ઉકાભાઇ રાઠોડ તેમજ રંભુબેન લક્ષ્મણભાઇ ઉ.વ.60 (રહે.બોડીદર) અને અરજણભાઇ પઢીયાર આ તમામ લોકો પોતાની અલગ અલગ બે બાઇક પર જતા હતા. ત્યારે નાથળ ગામના બાયપાસ પાસે હાઇવે રસ્તા પર અચાનક અજાણ્યા કાર ચાલકે હિટ એન્ડ રન કરતા એક પછી એક બે બાઇક ચાલકને હડફેટે લીધા હતા. જેમાં ત્રણેય વ્યક્તિઓને શરીરના હાથ પગ તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

કાર ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. અકસ્માત થતા રસ્તા પરથી વાહન ચાલકોએ તાત્કાલીક ઇમરજન્સી 108માં સારવાર અર્થે પ્રથમ ઉના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલા હતા. આ અસ્માતમાં ઇજાગ્રસ્ત વાલજીભાઇને વધુ સારવાર માટે રાજકોટ તેમજ વૃધ્ધ મહીલા રંભુબેનને જુનાગઢ રીફર કરવામાં આવેલો હોવાનું જાણવા મળેલો છે. આ અંગે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરીયાદની તજવિજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...