મોડી રાત્રીના ઉઠાંતરી:ઊના પાસેના સનખડામાં ઘર પાસેથી જ બાઈકની ઉઠાંતરી

ઊના6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના પંથકના સનખડા ગામે રહેતા અને ખેત મજુરી કરતા યુવાને પોતાના ઘર પાસે રાત્રીના સમયે બાઇક પાર્કીગ કર્યું હતું. જેની કોઈ અજાણ્યા શખ્સો મોડી રાત્રીના ઉઠાંતરી કરી નાસી છૂટતા યુવાને પોલીસમાં લેખીત અરજી કરી છે.

પોલીસમાંથી મળતી વિગત મુજબ ઊનાનાં સનખડા ગામમાં આવેલ પોસ્ટ ઓફીસની બાજુમાં રહેતા શિવપુરી શંકરપુરી ગોસ્વામી પોતાની બાઇક નં જીજે. 11 જીબી 2575 પોતાના ઘરની બહાર દરવાજા પાસે રાત્રીના 8 વાગ્યાની આસપાસ પાર્કીગ કરી હતી. અને ઘરમાં જમીને સુઇ ગયેલા અને મોડી રાત્રીના અજાણ્યા શખ્સો આવીને બાઇક ચોરી કરી નાશી છુટ્યા હતા.

જે અંગે શિવપુરી ગોસ્વામીએ પોલીસમાં અરજી કરી તાત્કાલીક તપાસ કરવા અને આવા તત્વોની ઝડપી પાડવા માંગ કરેલ. સનખડા ગામ વેપારીઓનું હબ હોય ત્યારે પોલીસ દ્રારા આ વિસ્તારમાં રાત્રીના સમયે સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવે તેવી આ ગ્રામજનોની માંગણી ઉઠવા પામી છે. જો કે, બાઇક રેઢી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...