પ્રથમ વરસાદની એન્ટ્રી:ઊના પાસેના માણેકપુર ગામમાં અડધો ઇંચ વરસાદ : શહેરી વિસ્તારોમાં પાણી ભરાયા

ઊના19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણેકપુર, ખત્રીવાડા, અડધોથી પોણો ઇંચ, સનખડામાં છાંટા પડતા જ વિજળી ગુલ

ગીરગઢડા પંથકમાં શુક્રવારે મેઘરાજાએ પ્રથમ વરસાદની એન્ટ્રી કરી હતી. અને 2 ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો. અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ તો ક્યાંક અમીછાંટા પડ્યા હતા. ત્યારે આજે વહેલી સવારથી ઊના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવા લાગેલ હતો. જેમાં માણેકપુર, ખત્રીવાડા ગામમાં અડધોથી પોણો ઇંચ વરસાદ વરસી જતાં શહેરી વિસ્તારોમાં રસ્તા પર પાણી ફળી વળ્યા હતા.

જેથી લોકોને રસ્તા પરથી પસાર થવું ભારે મુશ્કેલી પડેલ અને રસ્તા પર ભરાયેલા પાણીને નિકાલ કરવા લોકો જાતે મહેનત કરી કામગીરી કરતા નજરે પડ્યા હતા. તેમજ સનખડા ગામની સીમ વાડી વિસ્તારમાં છાંટા પડતાની સાથે જ વિજળી ગુલ થઇ જતાં લોકો ગરમીના બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. જ્યારે ઊના શહેરમાં તેમજ અમુક ગામોમાં છાંટા પડેલ અને આંકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાવા લાગતા લોકોમાં સારા વરસાદ થવાની આશા જાગી હતી.

સોમનાથ મંદિર આસપાસ ઝરમર વરસ્યો
કાજલી : સોમનાથ મંદિરની આસપાસનાં વિસ્તારમાં સાંજના 6 વાગ્યાની આસપાસ ઝરમર વરસાદ વરસ્યો હતો. લોકોએ અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ઠંડકનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...