મામલો ગરમાયો:ગ્રામ પંચાયત સદસ્ય અરજદારોના પ્રશ્નને લઇ કચેરીએ ગયા, ટીડીઓએ ઉડાઉ જવાબ આપતા ઉપવાસ પર બેસ્યા

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાડેસરની રજુઆત કરી હતી, ધારાસભ્ય પણ દોડી ગયા

વિવિધ પડતર પ્રશ્નોને લઈ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીસીઈ હડતાળ પર હોય જેમને લઈ તલાટી મંડળે પણ ટેકો જાહેર કરતા અરજદારોના કામો અટકી પડ્યા છે. જેમને લઈ મોટાડેસર ગ્રા.પં.નાં સદસ્ય અને સરપંચ પ્રતિનિધી ભરતભાઈ શીંગડ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. અને દાખલા કઢાવવા મુદ્દે અરજદારોને પડતી મુશ્કેલીઓને લઈ ટીડીઓને રજૂઆત કરી હતી.

એ દરમિયાન ટીડીઓ અને ગ્રા.પં.ના સદસ્ય વચ્ચે તું તું મે મે થતા ટીડીઓ એસ.બી.જાડેજાએ તેમને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આવી રજૂઆત કરવા માટે અહીં આવવું નહીં. બાદમાં સદસ્ય ઓફીસ બહાર જ ઉપવાસ પર બેસી ગયા હતા. અને ટીડીઓ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો. જે વાતની જાણ અન્ય ગામોના સરપંચોને થતા તે પણ ભરતભાઈના સમર્થનમાં કચેરીએ પહોંચ્યા હતા. અને ઉપવાસ પર બેસ્યા હતા.

જો કે, ટીડીઓ તેમની વાત પર મક્કમ હતા. અને રજૂઆત યોગ્ય ન હોવાના ગુણગાન ગાતા હતા. આ અંગેની જાણ ધારાસભ્ય વંશને થતા તે પણ દોડી ગયા હતા. અને સરપંચો અને સરપંચ પ્રતિનિધીઓની રજૂઆત સાંભળી હતી. બાદમાં ટીડીઓને પ્રજાલક્ષી કામ કરવા અને પક્ષાપક્ષી એકસાઈડમાં મુકવા ટકોર કરી હતી.

વીસીઈ હડતાળ પર હોય લોકોના કામને લઈ રસ્તો કાઢવો અને કોઈ પણ સરપંચ હોય પછી ભાજપના કે કોંગ્રેસના પ્રજાકીય કામોમા હેરાન ન થવા જોઈએ. બાદમાં મામલો થાળે પડ્યો હતો. અને હવે પછીની આવી બાબતો મારી પાસે ન આવવી જોઈએ. અને આવશે તો પછી સરપંચ કે સરપંચના પ્રતિનિધીઓ નહીં આવે હું પોતે જ આવીશ.

સાહેબ કામગીરીની વાત બહુ ન કરો : પુંજાભાઈ વંશ
ગ્રામ પંચાયતના સદસ્ય ટીડીઓના ઉડાઉ જવાબથી ટીડીઓ ઓફીસની બહાર ઉપવાસ પર બેસી જતાં ધારાસભ્ય વંશ તા.પં.કચેરીએ પહોચી ગયા હતા. અને ટીડીઓ સાથે વાત કરતા ટીડીઓ પણ કામગીરીની વાત કરતા હતા. અને ધારાસભ્ય વંશે વાત કરતા અટકાવ્યા હતા. અને કહ્યુ હતું કે સાહેબ કામગીરીની વાત ન કરો કેમકે કોંગ્રેસ વાળા રોડ બનાવે તો બે વખત જોવા જાવ અને ભાજપ વાળા રોડ બનાવે તો જોવા પણ જતા નથી. માટે એ વાત ન કરો આ શબ્દો બોલતા ટીડીઓએ મોન ધારણ કરી લીધુ અને એટલું જ બોલ્યા સાહેબ હવે જવા દોને.

ટીડીઓ નરમ પડ્યા હતા
ટીડીઓ ઓફીસની બહાર ગ્રા.પં.સદસ્ય ઉપવાસ પર બેઠા અને આ બાબતે ટીડીઓ પોતાની વાત પર મક્કમ હતા. પરંતુ ધારાસભ્ય વંશ આવતા ટીડીઓ નરમ પડ્યા હતા. અને પહેલા જે વાતો કરતા હતા તેનાથી સાવ અલગ વાતો કરવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...