દુષ્કર્મ:ગીરગઢડાનો શખ્સ ગામની જ યુવતીને પ્રેમ લગ્નની લાલચ આપીને ભગાડી ગયો, વાપીમાં વારંવાર દુષ્કર્મ આચરતાં ત્રણ સામે ફરિયાદ

ઉના21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવતીએ ફરીયાદ નોંધાવતા પોલીસે શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી
  • શખ્સના પિતા અને ભાઈએ યુવતીને તારા આખા ખાનદાનને જીવતા નહિ રહેવા દઈએ તેવી ધમકી આપી

ગીરગઢડાના એક ગામમાં રહેતી યુવતીને એના જ ગામમાં રહેતા શખ્સે પ્રેમ લગ્ન કરવાની લાલચ આપી વાપી મુકામે લઈ જઈ તેના મિત્રના ઘરે યુવતીની મરજી વિરુદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ શખ્સના પિતા અને ભાઈએ યુવતીને તારા આખા ખાનદાનને જીવતા નહિ રહેવા દઈએ તેવી ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનારે યુવતીએ ગીર ગઢડા પોલીસમાં ત્રણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સોને ઝડપી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડાના એક ગામનો લાલજી ઉર્ફે લાલો કરશન, કરશન ઉર્ફે ધમો બલદાણીયા, તેમજ ઉદય કરશન આ ત્રણેય શખ્સોમાંના લાલજી ઉર્ફે લાલો બલદાણીયાએ ગામમાં રહેતી યુવતી ઉ. વ. 22ને તા. 27 મે, 2022ના રોજ શખ્સે પ્રેમ લગ્ન કરવાની લાલચ આપી હતી. તે યુવતીને ગીરગઢડાથી વાપી મુકામે લઈ ગયો હતો અને ત્યાં તેના મિત્રના ઘરે યુવતીની મરજી વિરુદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે શખ્સનાં પિતા કરશન ઉર્ફે ધમભાઈ બલદાણીયા તેમજ તેનો ભાઇ ઉદયે યુવતીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તારા આખા ખાનદાનને જીવતા નહિ રહેવા દઈએ. આ અંગે ભોગ બનનાર યુવતીએ ગઈકાલે મંગળવારે રાત્રે ગીરગઢડા પોલીસમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...