બરવાળા લઠ્ઠાકાંડ મુદ્દે વિપક્ષ એક્ટિવ:ગીર સોમનાથ AAPના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો; ડે.કલેક્ટરને લેખિત રજૂઆત સાથે આવેદન પત્ર પાઠવાયું

ઉના16 દિવસ પહેલા

ગુજરાતના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડના કારણે 55થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને આ લઠ્ઠાકાંડની પહેલી ઘટના નથી. અગાઉ પણ વારંવાર લઠ્ઠાકાંડ થયેલ તેમાં પણ અનેક લોકો મૃત્યુ પામ્યા છે. અને લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધીમાં કોઇ કાર્યવાહી થયેલ ન હોય તેમ પાંચ દિવસ અમુક સ્થળે રેડ પાડવામાં આવે અને બે નાના દેશી દારૂના અડ્ડા ચલાવનારા લોકોને પકડાય એટલે ત્યાંજ ભીનું સંકેલાય જતુ હોય છે. આ લઠ્ઠાકાંડ આખા ગુજરાત માટે બહુ જ દુ:ખદ ઘટના છે. ત્યારે લોકો પણ ખુબ જ આક્રોશિત છે. જે પરીવારમાં મુખ્ય વ્યક્તિજ મૃત્યુ પામેલ છે. એ પરીવાર કઇ રીતે પોતાનું ગુજરાન ચલાવશે ? વારંવાર આવી ઘટના ઓથી લોકોનો પ્રશાસન પરથી ભરોષો ઉઠી રહ્યો છે.

ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધી હોવા છતાં પણ ચારે બાજુ દારૂનું ખુલ્લે આમ વેચાણ ચાલે છે. અને ખરાબ દારૂ પીને લોકોના જીવ જઇ રહ્યાં છે. આનાથી સાબિત થાય છે. કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવી શક્તા નથી તો તાત્કાલીક ધોરણે તેમને પદ ભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી ગીરસોમનાથ જીલ્લા પ્રમુખ હરેશભાઇ રાજાભાઇ બલદાણીયા, નરેશભાલ જાદવ, કમલેશભાઇ ભીલ, સોયબભાઇ જવેરી, રાજેશભાઇ મકવાણા, મુંજારભાઇ સહીતના કાર્યકરો દ્રારા ગુજરાત રાજ્યપાલને સંબોધી ઉના પ્રાંત કચેરી ખાતે ડે.કલેક્ટરને લેખિત રજૂઆત સાથે આવેદન પત્ર પાઠવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...