ઉના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ભારે અસહ્ય ગરમીના ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે બપોરના સમય દરમ્યાન ગીર જંગલ નજીકના આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હતા.
જોકે વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયેલ હતું. ગીર જંગલ નજીકના ધોકડવા, નાના સમઢીયાળા, પાણખાણ, નિતલી, વડલી. સહિતના ગામોમાં 1થી 2 ઈચ ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલ છે. વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફળી વળ્યા હતા. જ્યારે અમુક ગામોમાં વરસાદી માહોલ સાથે ઝાંપટા પડ્યા હતા. આ સીવાય ઉના શહેરમાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા પરંતુ વરસાદ વરસ્યો નહી અને ઠંડોગાર પવન ફુકાવા લાગ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.