રોજગારી વધશે:જીઆઈડીસી મંજૂર-ઉદ્યોગો ધમધમશે

ઊના7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં જ જેટી પણ મંજૂર કરાઈ’તી

ઊનાનાં ધારાસભ્ય તરીકે ચુંટાઈને આવ્યાને હજુ 4 માસ પણ પુરા નથી થયા ત્યારે કાળુભાઈ રાઠોડે ઊના વિધાનસભાને વધુ એક પ્રોજેકટ ભેટ આપ્યો છે. તેઓની સક્રિય રજુઆતના કારણે તાજેતરમાં ગુજરાત સરકાર દ્રારા રાજયમાં 21 સ્થળોએ જીઆઈડીસી મંજુર કરી છે. જેમાં ઊનાના નવાબંદરનો પણ સમાવેશ કરાયો છે.

આમ હવે ઊના પંથકમાં ઔધોગિક વિકાસનાં દ્રાર પણ ખુલી ગયા છે. આ પહેલા રાજય સરકાર દ્રારા નવાબંદર ખાતે રૂ. 295 કરોડનાં માતબર ખર્ચે જેટી નિર્માણનું કામ મંજુર કરેલ હતું. જે કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જીઆઈડીસી મંજુર થવાથી તાલુકાનો દરિયાઈ પટો વધુ વિકાસની હરણ ફાળ બનશે.

અને જીઆઈડીસીના માધ્યમથી કાર્યરત થનાર નાના-મોટા ઉદ્યોગો ધમધમવા લાગશે. જેને લઈ પંથકના શિક્ષીત બેરોજગારો માટે રોજગારીની તકો પણ ઉભી થશે. જીઆઈડીસીને મંજૂરી મળતા ઊના- ગીરગડઢાના લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...