ચોરીની ઘટની CCTVમાં કેદ:ઉનામાં ત્રિકોણ બાગ પાસે મોબાઈલની દુકાનમાં બેટરી લેવા આવેલો ગઠિયો મોબાઈલ ચોરી ફરાર

ઉના21 દિવસ પહેલા

ઉના શહેરમાં ત્રિકોણ બાગ પાસે મોબાઈલની દુકાનમાં ગઠિયો મોબાઈલની બેટરી લેવા આવ્યો હતો. દુકાનદર બાજુની દુકાનમાં બેટરી લેવા ગયો ત્યારે મોકાનો ફાયદો ઉઠાવી ગઠિયો કાઉન્ટરમાંથી મોબાઇલ ઉઠાવી નાસી છૂટ્યો હતો.

શહેરમાં ત્રિકોણ બાગ પાસે આવેલ ચામુંડા મોબાઇલના દુકાનદાર અસલમભાઈ મનસુરીની દુકાનમાં બે દિવસ પહેલા બપોરના ત્રણ વાગ્યાની આસપાસ એક ગઠીયો મોબાઇલની બેટરી લેવા આવ્યો હતો. ત્યારે દુકાનદાર અસ્લમભાઈ પાસે બેટરી હાજર ન હોવાથી બાજુની દુકાનમાં ગયા હતા. એ દરમિયાન ગઠીયો મોકાનો ફાયદો ઉઠાવી આરામથી મોબાઈલના કાઉન્ટરમાંથી હાથ નાખી ખાનામાં રાખેલ મોબાઈલ લઈ ગઠીયાએ પોતાના ખીચામાં નાખી નાશી છૂટયો હતો. દુકાનદાર દુકાનમાં આવતા ગઠિયો જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરવા છતાં ગઠીયો મળી આવ્યો નહીં.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા આ બાબતે દુકાનદારે પોલીસમાં જાણ કરતા પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...