ઉના તાલુકાના પાંચ જેટલાં ગામોની ગ્રામ પંચાયતોને તાલુકા પંચાયત હસ્તકની સરકારની 20% નાણાપંચની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે. આ ગ્રાન્ટમાંથી ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગામના તેમજ રાજકીય આગેવાનો સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઈ-રિક્ષાના લોકાર્પણથી ગામમાં ઠેર ઠેર ભીનો-સુકો કચરો એકઠો કરવામાં આવશે. આ કચરાને દુર નાશ કરાશે. જેથી ગામમાં સ્વચ્છતા પણ જળવાશે. આ કામગીરીથી લોકોમાં ખુશીનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઉના તાલુકાના ગાંગડા, ખજુદ્રા, મોઠા, સૈયદ રાજપરા વગેરે ગામોની ગ્રામ પંચાયતોને તાલુકા પંચાયત હસ્તકની સરકારની 20% નાણાપંચની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી ઈ-રિક્ષાનું લોકાર્પણ ધારાસભ્ય કે સી રાઠોડના પુત્ર વિજય રાઠોડના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણમાં તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ સામત ચારણીયા, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ હિતેષ ઓઝા, તાલુકા પંચાયતના સદસ્ય શાંતી ડાગોદરા, યુવા ભાજપના મેહુલ ગૌસ્વામી સહિતનાં ગ્રામજનો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઈ-રિક્ષાનું લોકાર્પણ ગામમાં ઠેર ઠેર કચરો એકઠો કરી નાશ કરવામાં આવશે. જેથી ગ્રામજનોમાં ખુશી પ્રસરી ગઈ હતી.
તસવીર: જયેશ ગોંધીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.