કાર્યવાહી:ઊના પંથકનાં નાથળ ગામે જુગાર રેઈડ, 6 શખ્સ ઝબ્બે

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 25 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

ઊના પંથકનાં નાથળ ગામે બાતમીનાં આધારે પોલીસે જુગાર રેઈડ કરી હતી. અને 6 શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ નાથળ ગામે રહેતા મનોજ ભુપત સોલંકી, નાનુ પાલા સીલોત, ભાણજી હિરા શીંગડ, અરવિંદ મનુ કામળીયા, જોધા બોઘા ચુડાસમા તેમજ નાજા મોહન બાંભણીયા આ તમામ શખ્સો ગામના ઝાપા વિસ્તારમાં આવેલ દુકાન પાસે જાહેરમાં તિનપતિનો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળતા પીઆઇ એમ. યુ. મસીની સુચનાથી પીએસઆઇ ડી.બી.લાખણોત્રા, પી.પી. બાંભણીયા, પી.પી.ચાવડા, નિલેશભાઇ છગનભાઇ મૈયા, કનુભાઇ નાજાભાઇ, ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ, ભીખુશા બચુશા સહીતની ટીમે રેઇડ કરી હતી. અને રૂપિયા 25,550નો મુદ્દામાલ કબજે કરી છ શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...