આસામી શખ્સોની ધરપકડ:નવાબંદરના રેવન્યુ વિસ્તારમાંથી વન્યજીવોનો શિકાર કરતા 5 શખ્સોને વનવિભાગે ઝડપી પાડ્યા

ઉના3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન્યજીવો શિયાળ, સસલા, ચંદનઘો, કબુતરના માસ, લોહી અંગ ઉપાંગોમાંથી બનાવેલ તેલ, શાહુડીનાં પીછા, કાચબાના મોઢા છુંપાવી રાખેલા મળી આવ્યા

ઊનાના નવાબંદર ગામે રેવન્યુ વિસ્તારમાં એક શખ્સ વન્યજીવોનો શિકાર કરતો હોવાની શંકા આધારે વનવિભાગના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા આજુબાજુમાં શિકાર કરવા માટેના ફાસલા સહીત સાધનો મળી આવ્યા હતા. આ બાબતેની વધુ પુછપરછ કરતા આ વન્યજીવોના શિકાર કરવામાં કેટલા શખ્સો સંડોવાયેલા છે. તેની વધુ માહીતી મળતા નવાબંદર ગામે આવેલ કંપનીમાંથી વન્યજીવોના મુદામાલ સાથે 5 શખ્સોને વનવિભાગે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તમામ આરોપીઓને ઉના કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે.

શંકાસ્પદ શખ્સ નજરે ચડતા વનવિભાગે તપાસ હાથ ધરી
ઉનાના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફીસર એલ.બી.ભરવાડ અને જસાધાર રેન્જ સ્ટાફ દ્રારા ગીર અભ્યારણ્ય તથા તેને સલગ્ન રેવન્યુ વિસ્તારોમાં વન્યજીવોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સઘન તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઉનાના નવાબંદર ગામે મર્યાદેવી નામે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં એક શંકાસ્પદ શખ્સ નજરે ચડતા વનવિભાગ દ્વારા રૂબરૂ જઈ તપાસ કરતા તેની આજુબાજુ શિકાર માટેના ફાંસલા ગોઠવેલા મળી આવેલ હતા. જેથી વનવિભાગે આ શખ્સોની કડક પુછપરછ કરતા એસ.એમ.બાયો પ્રોટીન કંપનીમાં રહેતો અને ત્યાં નોકરી કરતો હોય રેન્જ ફોરેસ્ટ ઓફીસર તથા સ્ટાફ દ્વારા તાત્કાલીક નવાબંદર ગામે આવેલ એસ.એમ.બાયો પ્રોટીન કંપનીમાં રેડ કરી હતી. તલાસી લેતા આસામ રાજ્યના પરપ્રાતિય મજૂરો(વર્કરો)એ કંપનીના મકાનમાં મળી આવ્યા હતા.

મકાનની તપાસમાં મળી આવેલ અવશેષો
વનવિભાગના સ્ટાફે મકાનની અંદર તપાસ કરતા વન્યજીવ શિયાળ, સસલા, ચંદનધો, વન્યજીવોના માસ, લોહી તથા વન્યજીવોના અંગ ઉપાંગોમાંથી બનાવેલ તેલ, શાહુડીના પીછા, કાચબાના મોઢા મળી આવ્યા હતા. આમ વન્યપ્રાણી સંરક્ષા અધિનીયમ 1972 મુજબ ગુનો નોંધી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. તમામને ઉનાની નામદાર જયુડીશ્યલ ફસ્ટ કલાસ કોર્ટમાં રજુ કરતા કોર્ટે પાંચેય આરોપીઓના 3 દિવસના રીમાન્ડ મંજુર કરેલ છે.

વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમ મુજબ ગુનો દાખલ
વનવિભાગના સ્ટાફે ઝડપાયેલા આરોપી વિરૂધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનીયમ 1972 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની ત્રણથી સાત વર્ષ સુધીની સજાની જોગવાય છે. આ ગુનાની આગળની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફીસર જસાધાર અને તાલુકા વાઈલ્ડલાઈફ વોર્ડન એલ. બી.ભરવાડ ચલાવી રહ્યાં છે.

ઝડપાયેલા આરોપીઓ

  1. ચંદુ ડિઝૈન સારેન રહે. નોણકે સમુકજુલી મીલીકજણ, સોણીતપુર આસામ
  2. ચપલ ચામ મુર્મ રહે. સમુકજુલી, તીલીખુટી, બિસ્વાનાથ આસામ
  3. થોમસ રોબેટ સોરેન રહે. નહોરબારી મિલોનપુર મિજીકા મિજિકરણ સોનીતપુર બિસ્વનાથ આસામ
  4. લાખીરામ ઇડવાર્ડ માર્ડી રહે.સમુખજુરલી તીણીખુટી બિસ્વનાથ આસામ
  5. લાખીરામ તાયાન્તા હેમબ્રોન રહે. જીતપુર તીણીખુટી બિસ્વનાથ
અન્ય સમાચારો પણ છે...