પ્રસાદનો લાભ લેવા અનુરોધ:ગીરગઢડાના દ્રોણેશ્વર મહાદેવના મંદિરે યાત્રિકો માટે ભોજન (પ્રસાદ) તેમજ ફરાળની વ્યવસ્થા કરવામાં આવી

ઉના13 દિવસ પહેલા

ગીરગઢડા નજીક આવેલ અતિ પૌરાણિક દ્રોણેશ્વર મહાદેવના મંદિરે શિવલિંગ ઉપર ગૌમુખમાંથી પાણીની ધારા વહેતી રહે છે. આ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં યાત્રિકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે.

ઊના જય જલારામ મિત્રમંડળ દ્રારા દાતાઓના સહયોગથી દ્રોણેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકો માટે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન બપોરે એક ટાઇમ ભોજન (પ્રસાદ) તેમજ ફરાળની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. સમય બપોરના 11વાગ્યાથી 1.30 વાગ્ય સુધી રાખેલ હોય જેથી દ્રોણેશ્વર મહાદેવના મંદિરે શ્રધ્ધાળુઓ પ્રસાદનો લાભ લેવા જલારા મિત્ર મંડળ દ્રારા જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...