રજૂઆત:પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી નહીં થાય તો ખાદ્ય વસ્તુ, પાણી બંધ કરાશે

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દીવ પોલીસ દ્વારા પ્રવાસીઓને અવારનવાર હેરાન કરવામાં આવતા હોય જેમને લઈ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે સમસ્ત ઊના પંથકના લોકોએ ના. કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે.

30મેનાં રોજ પર્યટકો અને પોલીસ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવના પડઘા ઉચ્ચકક્ષાએ પણ પડ્યા હતા. અને મહિલા કોન્સ્ટેબલ દ્વારા પણ મહિલા સાથે હાથાફાઈ કરવામાં આવી હતી. જેથી આ તમામ કર્મીઓની અટક કરી તેમના વિરૂદ્ધ કાર્યવાહીની માંગ સાથે 10 નવેમ્બર-2020 તેમજ 21 માર્ચ-2022માં પણ આવેદન અપાયું હતું. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

દીવના એડમીનીસ્ટ્રર પ્રફુલભાઈ પટેલ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાતમાંથી આવતા પ્રવાસીઓને હેરાન કરવાનું બંધ નહીં કરાય તો 15 જૂનના ગુજરાતમાંથી દીવ આવનારી સંપૂર્ણ ખાદ્યસામગ્રી, પાણી સહિતની વસ્તુઓ 5 દિવસ માટે બંધ કરી દેવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...