ગીરગઢડાનાં દ્રોણેશ્વર ગુરૂકુળ ખાતે 14 થી 18 જાન્યુઆરી 5 દિવસીય મુર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેમાં દેશભરના નામાકીંત વિદ્ધાન પંડિતો હાજર રહેશે. અને ચારવૈદિક ધર્મવેદનું પૂજન, ગૌવંશ પૂજન, બ્લડ ડોનેશન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા અગ્રણીઓનું સન્માન કરાશે. તેમજ છાત્રોનું પણ સન્માન કરાશે.
તેમજ ભવ્ય નગરયાત્રા નિકલશે. અને દક્ષિણ ભારતનાં પંડિતો દ્વારા મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક વિધાન સાથે કરશે. ગુરૂકુળ દ્વારા પાંચ ગામોમાં ઈટવાયા, વાજડી, પડા, વાવરડા સહિતનાં હરિમંદિરોના ઉત્સવ સાથે મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરાશે. આ ઉપરાંત ભારતભરનાં સંતો, સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો, રાકેશ પ્રસાદજી મહારાજ 1008 પણ હાજર રહી ગુરૂકુળના ગાદી પતિની નિમણૂંક આપશે. આ મહોત્સવને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે. - તસવીર-જયેશ ગોંધીયા
મકરસંક્રાંતિના દિવસે ગુરૂકુળની સ્થાપના થઈ હતી
સ્વામી નારાયણ ગુરૂકુળ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ: એસજીવીપી અમદાવાદ સંચાલિત દ્રોણેશ્વર ગુરૂકુળની સ્થાપના 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે થઈ હતી. હાલ ધો-1 થી 12નાં છાત્રોને ઉચ્ચ શિક્ષણ મળી રહ્યું છે. પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામી, પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીનાં નેતૃત્વમાં ચાલતા વિશાળ ગ્રાઉન્ડ અને દ્રોણેશ્વર ચેકડેમ સામે આવેલ આસપાસનાં 40થી વધુ ગામોને સાંકળી બનાવાયેલા ગુરૂકુળ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.