ઉનાના એહમદપુર માંડવી પાસે કોમ્પલેક્ષમાં દુકાનનું કામ બંધ કરવા બાબતે તેમજ પ્લોટના દસ્તાવેજ ખોટા હોવાનું જણાવવા બાબતે બંને શખસો સામ સામે મારામારીમાં એકને પીઠના ભાગે પથ્થર લાગતા ઇજા પહોંચી હતી. તો બીજાને લાકડાના ધોકા વડે હુમલાની કોષિક કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે બંને શખસો સામે પોલીસ ફરીયાદ નોંધાવા પામી છે.
પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી
આ અંગેની પોલીસ ફરિયાદ મુજબ નલીયા માંડવી ગામે રહેતા રફીક ઇસ્માઇલ સુમરાના કહેવાથી શામજી પ્રેમભાઈએ આસુતોષ એવન્યુ કોમ્પલેક્ષમાં દુકાનનું કામકાજ થતુ હતું. ત્યા પહોંચી કામ બંધ કરવાનું ભવ્યેશ સાકર બારૈયાને કહેતા તે રાડોપાડવા લાગ્યો હતો. ત્યારે રફીક સુમરા ગયો એટલે ભવ્યેશે કહ્યું કે, તુ વચ્ચે પડતો નહીં તેમ કહીં જેમ ફાવે તેમ અપશબ્દો બોલી પીઠના પાછળના ભાગે પથ્થરથી છુટો ઘા મારી દેતા ઇજા પહોંચી હતી. આ બાબતે રફીક ઇસ્માઇલ સુમરાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સામે પક્ષના ઉના રહેતા અને ધોધલા, દિવમાં કન્ટ્રક્શનનું કામ કરતા ભવ્યેશ સાકર બારૈયા એહમદપુર માંડવી ખાતે આવેલા આસુતોષ એવન્યુ કોમ્પ્લેક્ષમાં રહેણાંક ફલેટનું કામ ચાલતું હોય ત્યાં રફીક સુમરા પોતાની કાર લઇ આવી અને જાહેરમાં ભવ્યેશ બારૈયાને કહ્યું કે, મનીષ કાનજી કામલીયા પાસે રહેલા એહમદપુર માંડવી ખાતે આવેલા પ્લોટ નં. 61ના દસ્તાવેજ ખોટા છે. એવી તારે આ મનીષને વાત કરવાની છે. જેથી ભવ્યેશ એ મારા કૌટુંબીક થાય છે અને મનિષ અને તેના ભાઇના નામે તેની પાસે દસ્તાવેજ પણ છે. હું તેને ખોટી રીતે વર્ણવી શકું નહી તેમ કહેતા ઉશ્કેરાઇ ગયેલા રફીક એ અપશબ્દો બોલી લાકડાનો ધોકો કાઢીને મારવા પ્રયાસ કર્યો હતો, અને તેને કહેજે કબ્જો ખાલી કરી દઇ આમ નહી કહીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયો હતો. આ બાબતે ભવ્યેશ સાકર બારૈયાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આમ બંને પક્ષે સામસામી ફરીયાદ નોંધાવતા ઉના પોલીસે આગળની વધુ તપાસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.