ટીડીઓને કરાઈ રજૂઆત:ગીરગઢડામાં ગટર ઉભરાવાથી રોગચાળો ફાટી નિકળવાની ભિતી

ઊના21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટી અને વહિવટદારને અનેક રજૂઆત કરવા છતા નિરાકરણ ન આવ્યું

ગીરગઢડા શહેરમાં ઠેક ઠેકાણે ગટરો ઉભરાઈ રહી છે જેને લઈ તલાટીમંત્રી તેમજ વહિવટદારને અનેકવાર રજૂઆત કરાઈ છે. પરંતુ આજદિન સુધી કોઈ જાતની કાર્યવાહી કે પગલા લેવાયા નથી. ગીરગઢડા શહેરમાં રામમંદિર ચોક તથા હુસેની ચોક પાસે જે મેઈનબજાર કહેવાય છે ત્યા દિવસ દરમિયાન અનેકલોકોની અવરજવર રહે છે. પરંતુ ગટરના પાણીના લીધે તથા ખુલ્લી ગટરોના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેકઠેકાણે ગટરો ઉભરાવાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે.

પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હલતુ નથી. ગીરગઢડાના રહીશોને નાની-મોટી બિમારીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અનેકવાર રજૂઆત કરાઈ છે. પરંતુ તંત્ર જાણે રોગચાળો ફેલાવાની રાહ જોઈને બેઠુ હોય તેમ લાગી રહ્યું છે. ધર્મેશ રૂપારેલીયા તથા ઈરફાન લીલાની દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખીત આવેદન અપાયું હતું. તેમજ તાલુકા વિકાસ અધિકારીસાથે વાત કરતા તેઓએ ખાતરી આપતા જણાવ્યું હતું કે, તાત્કાલીક ગંદા પાણીની સમસ્યાનો નિકાલ કરાશે. }તસ્વીર. જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...