ખેડૂતોમાં ભય:ઊનાનાં સનખડા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા ભય

ઊના20 દિવસ પહેલા
  • કૉપી લિંક
દીપડાને પુરવા પાંજરૂ ગોઠવી દીધુ - Divya Bhaskar
દીપડાને પુરવા પાંજરૂ ગોઠવી દીધુ

ઊનાના સનખડા ભીડભંજન દાદાવાડી વિસ્તારોને છેલ્લા ઘણા સમયથી દીપડાએ રહેણાંક વિસ્તાર બનાવી લીધેલ હોય તેમ અવાર નવાર દીપડો આવી મુંગાપશુઓના મારણની મિજબાની માણતો હતો. તેમજ થોડા દિવસ પહેલા માનવ ઉપર હુમલો કરી ઇજા પહોચાડેલ હતી.

ત્યારે ગતરાત્રીના ભીડભંજન દાદા વિસ્તારમાં ખેતીજમીન ધરાવતા ધનશ્યામભાઇ ગીગાભાઇ પરમારની વાડીમાં રાત્રીના દીપડો આવી ચડ્યો હતો. અને એક વાછડીનું મારણ કરી મિજબાની માણી નાશી છુટ્યો હતો. જેની જાણ વહેલી સવારે વાડી માલીક અને આજુબાજુની વિસ્તારોમાં થતાં તાત્કાલીક વનવિભાગને જાણ કરતા વિરાભાઇ ચાવડા, ભાવિનભાઇ સોલંકી, ભરતસિંહ ગોહીલ ઘટના સ્થળે પહોચી ગયેલ અને વિસ્તારમાંથી દીપડાને પુરવા પાંજરૂ ગોઠવી દીધુ હતું.

આ વિસ્તારમાં અવાર નવાર વન્યપ્રાણીઓની રંજાડ હોય જેથી લોકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...