અકસ્માતમાં પિતા-પુત્ર ઘાયલ:ઉનામાં બાઇક પર જતાં પિતા-પુત્રને અકસ્માત નડ્યો; બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા

ઉનાએક મહિનો પહેલા

ઉનાના ભેભા-ડમાસા રોડ પર પિતા-પુત્ર બંને બાઇક પર જતા હતા. ત્યારે અચાનક બાઇક રસ્તાની સાઇડમાં રહેલા પથ્થરના ખાંભા સાથે અચાનક ભટકાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં બંને પિતા-પુત્રને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ઉના હોસ્પીટલે ત્યારબાદ બહાર રીફર કરવામાં આવ્યા હતા.

બંનેને અલગ અલગ રીફર કર્યા હોવાનું જાણવા મળ્યું
જાણવા મળતી વિગત મુજબ અલેમપુર ગામે રહેતા ભાણજી જાદવભાઇ મકવાણા તેમજ પુત્ર રોહીત ભાણજીભાઇ જાદવ મકવાણા બંને પિતા-પુત્ર બાઇક પર જતા હતા. ત્યારે અચાનક બાઇકનો સ્ટેરીંગ ગુમાવી દેતા રસ્તાની સાઇડમાં આવેલા પથ્થરના ખાંભામાં ધડાકાભેર ભટકાતા અક્સ્માતમાં પિતા-પુત્ર બંનેને માથાના ભાગે તેમજ હાથ પગ શરીરના અલગ અલગ જગ્યાએ ગંભીર ઇજા પહોંચતા લોહીલોહાણ હાલતમાં ઘટનાસ્થળ પરજ પિતા પુત્ર ઢળી પડ્યા હતા. આ અકસ્માત થતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો દોડી ગયેલા અને તાત્કાલીક અન્ય વાહનમાં ઉના ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. બંનેની ગંભીર હાલત હોવાથી ત્યાંથી વધુ સારવાર અર્થે પિતા અને પુત્રને રાજકોટ અને અમદાવાદ આમ બંને અલગ અલગ રીફર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...