કાર્યવાહી:ઊના શહેર- પંથકમાં વીજ દરોડા, રૂપિયા 19 લાખનો દંડ ફટકાર્યો

ઊના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 34 ટીમ દ્વારા 686 વિજ જોડાણ ચેક કરાતા અનેકમાં ગેરરિતી સામે આવી

ઊના શહેર અને તાલુકામાં આજે વિજ દરોડા પાડવામાં આવ્યા હતા. અને રૂ. 19 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવતા વિજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આ અંગેની મળતી વિગત મુજબ ઊના શહેરના ખોડીયાર નગર, રહીમ નગર, કોર્ટ વિસ્તાર, માલીવાડા, આરબવાડા, માણેકચોક તેમજ લુહારી મોરી, નાના સમઢીયાળા, શાંણા વાકીયા, કાકડી મોલી, પાસવાળા, ઉંટવાળા, મોટીમાલી, મોલી, બેડીયા, બંધારડા, મોટા સમઢીયાળા, કોબ, ભિંગરણ, તડ સહીતના ગામોમાં 34 વિજ ટીમ ત્રાટકી હતી.

અને 686 કનેક્શન ચેક કર્યા હતા. જેમાં અમુકમાં ગેરરીતી બહાર આવતા રૂ. 19.55 લાખનો દંડ ફટકારાયો હતો. આ દરોડા આગામી દિવસોમાં પણ શરૂ રહેનાર હોવાનું વિજ કચેરીના સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...