નારાજગી:ઊના મામલતદાર કચેરીના હંગામી કર્મીઓની દિવાળી બગડી, સપ્ટેમ્બર મહિનાનો પગાર હજુ નથી ચૂકવાયો

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગાર પણ નહીંવત તે પણ સમયસર મળતો નથી કર્મીઓમાં નારાજગી
  • પગાર બીલ કરી આપેલ હોવા છતાં ક્લાર્ક દ્વારા પોતાની મનમાની કરાતી હોવાનો આક્ષેપ

ઊના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓનો દિવાળીના તહેવાર દરમિયાન પગાર ચુકવવામાં ન આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યોં છે. તા.15 ઓક્ટોબર 2022 ના રોજ બીલ ઉના પ્રાંત કચેરી ખાતે મોકલવામાં આવેલ હોવા છતાં પ્રાંત કચેરીના ઓફિસમાં ફરજ બજાવતા ક્લાર્ક સંજયસિંહ પરમાર દ્વારા પોતાની મનમાની કરી આઉટસોર્સ કર્મચારીઓને દિવાળીના સમય દરમિયાન પગારથી વંચીત રાખવામાં આવ્યા છે.

જેના કારણે આઉટસોર્સના કર્મચારીઓ પોતાના પરીવાર તેમજ દિવાળી તહેવારોમાં ખરીદી કરવા પૈસાની જરૂરીયાત હોવા છતાં પગાર ન ચુકવાતા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા આઉટસોર્સ 15 થી વધુ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે. જોકે મામલતદાર કચેરી માંથી એ્સ્ટા વિભાગ દ્રારા આઉટસોર્સના સપ્ટે.માસના પગાર બીલ પ્રાંત કચેરી ખાતે મોકલી આપેલ હોવા છતાં ત્યાં ફરજ બજાવતા ક્લાર્ક સંજયસિંહ પરમાર પોતાની મનમાની કરી નાના કર્મચારીઓને હેરાન કરી પગાર ચુકવાતો ન હોવાથી તમામ આઉટસોર્સ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આઉટસોર્સ કર્મચારીનો મામુલી પગાર હોવા છતાં ક્લાર્ક દ્રારા શા કારણે પગાર ચુકવવામાં આવતો નથી ? તેવા અનેક પ્રશ્નો ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...