દીવ પ્રશાસન દ્વારા મકરસંક્રાંતિની ભવ્ય ઉજવણી:દિવના ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ ઉજવણી કરાઈ; ઉનામાં લોકો ધાબા પર ચડીને ડી.જે સાઉન્ડ સાથે પતંગમી મજા માણી

ઉના16 દિવસ પહેલા

આજે દેશભરમાં લોકો મકરસંક્રાંતિનો પર્વ ખૂબજ ઘામઘૂમથી ઉજવી રહ્યાં છે. તેજ રીતે દીવ પ્રશાસન દ્વારા પણ આજે દીવના ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ ખાતે મકરસંક્રાંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મકરસંક્રાંતિ કાર્યક્રમ દરમિયાન દીવ કલેક્ટર ફવર્મન બ્રહ્મા, ડેપ્યુટી કલેક્ટર વિવેક કુમાર, એસપી મની ભૂષણસિંહ, ડી.વાય.એસ.પી તપસ્વી જૈન, મામલતદાર ધર્મેશ દમણિયા, ઓફિસરો, કર્મચારીઓ, વિધાર્થીઓ તથા દીવની જનતા ખાસ ઉપસ્થિત રહીને મકરસંક્રાંતિ પર્વનો લુપ્ત ઉઠાવ્યો હતો.

આ પ્રસંગે અમદાવાદથી સ્પેશિયલ કાર્ટુન વાળા મોટા મોટા પંતગો પણ આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે દીવ કલેક્ટર ફવર્મન બ્રહ્માએ મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉપરાંત ઉના શહેરમાં પણ સાંજના સમયે આકાશમાં પતંગો ઉડતી જોવા મળી હતી. લોકો પોતાના મકાનના ધાબા અગાસી ઉપર ડી.જે. સાઉન્ડ સાથે તલ, સિંગ દાણાની ચીક્કી, મમરાના લાડુ ખાઈને ધામધૂમથી મકરસંક્રાંતિની ભવ્ય રીતે ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...