સંઘ પ્રદેશ દીવ એક અરબી સમુદ્ર કિનારે આવેલો એક સુંદર દરિયાઈ ટાપુ છે. દીવની આસપાસ સમુદ્ર હોવાને કારણે દીવના 75 ટકા લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દીવ એક સુંદર પર્યટન સ્થળ તરીકે વિશ્વ વિખ્યાત છે. અહીં દેશ વિદેશના હજારો પર્યટક હરવા ફરવા આવે છે. ત્યારે વન્ય પ્રાણીઓ પણ અવાર નવાર દીવની મુલકાતે આવે છે.
ત્યારે દીવના દગાસી નત્રક્ષ વનના જંગલમાં રાત્રીના સમયે વન કર્મીઓ ડ્યુટી પર હાજર હતાં. તે દરમિયાન દીપડો નત્રક્ષ વનના જંગલ વિસ્તાર તરફ જોવા મળ્યો હતો. તેથી વન કર્મીએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી દીપડાના પંજાના નિશાનના આધારે પાંજરા મુકીને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. દીવનું જંગલ છેક વણાકબારાના દરિયા કિનારેથી કેવડીના વિસ્તાર સુધી સરુ, ગાંડા બાવળ તેમજ અન્ય ઝાડી ઝાંખરાનું જંગલ આવેલું છે.
તેમજ ખાડી કિનારો ગુજરાતને અડીને આવેલો હોય ખાડી વિસ્તારમાં લાખોની સંખ્યામાં મેંગરુરના ઝાડ હોય દીપડાને દીવ વિસ્તારમાં આરામથી પ્રવેશ મળી જાય છે. દીવ વન વિભાગે દીપડાથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી છે કે વહેલી સવારે અંધારામાં વોકીંગની કસરત કરવા નીકળતા લોકોને સાવચેતીના ભાગરૂપે લોકોને સાવચેતી રાખવા અંધારામાં એકલા ન નીકળવા અને સમુહમાં રહેવાની સલાહ આપી હતી. અને ગુજરાત અને દીવ વન વિભાગના કર્મચારીઓ દ્વારા જંગલ વિસ્તારને કોટન કરી સર્ચ ઓપરેશન હાથ ધરીને દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.