નજીવી બાબતે ટોળાનો હુમલો:ધોકડવાના સરપંચ પતિ ઉપર મહિલા સહિત 7 શખ્સોનો હુમલો, અમારા વિસ્તારમાં સમયસર પાણી કેમ નથી આપતા કહી મૂઢમાર માર્યો

ઉના6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સહિત સાત શખ્સો વિરૂદ્ધ ગીર ગઢડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ઊના-ગીરગઢડાના ધોકડવા ગામના સરપંચ પતિ ઉપર મહિલા સહિત 7 શખ્સોએ અમારા વિસ્તારમાં સમયસર પાણી કેમ નથી આપતા તેમ કહી આ બાબતે ઉશ્કેરાઈ જઇ ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ લાકડી, પથ્થર વડે મુઢ માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

કમરના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ધોકડવા ગામના રણુજા વિસ્તારમાં રહેતા અસરૂ સુલતાન બ્લોચ, યુનુસ મિરખા બ્લોચ, મરીનાબેન અસરૂ બ્લોચ, સમીર અસરૂ બ્લોચ, સરફરાજ અસરૂ બ્લોચ, યાસીન ઇશુ ઉર્ફે ભુરા બ્લોચ, યાસીન ઉર્ફે બેરો હસન બ્લોચ સહીતના તમામ શખ્સોએ ધોકડવાના સરપંચ પતિ એભલભાઇ મથુરભાઇ બાંભણીયાને અમારા વિસ્તારમાં સમયસર પાણી કેમ નથી આપતા કહી તેવી ઉૈગ્ર રજુઆત કરી હતી. ઉપરાંત ઉશ્કેરાઈ જઇને એભલભાઇને ભુંડી ગાળો કાઢી ઢીંકાપાટુનો માર માર્યો હતો. આ સિવાય લાકડી, તેમજ પથ્થરનો ઘા મારી કમરના ભાગે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે સરપંચ પતિ એભલભાઇ મથુરભાઇ બાંભણીયાએ ગીરગઢડા પોલીસમાં મહિલા સહીત સાત શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી પોલીસે આ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...