મુંઝવણ:ICDSનાં કર્મીઓને અન્ય ફરજ ન સોંપવા હુકમ છતાં ઊના મામલતદારે અમલ ન કર્યો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓ પણ મુંઝવણમાં મુકાયા, હવે શું નિર્ણય લેવાશે

ઊનાનાં મામલતદારે આંગણવાડી કર્મીઓને ફ્લડ કંન્ટ્રોલરૂમ, ઈન્મરજન્સી રીસ્પોન્સ સેન્ટર પર ડ્યુટી ફાળવી દીધી છે. જો કે, બાદમાં સરકારે ડ્યુટી ન ફાળવવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. છતાં ઊનામાં કર્મીઓને ફરજ સોંપાઇ છે. જે હજુ કાર્યરત છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા 31મેનાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમની વિગતો જોઈએ તો આંગણવાડી કાર્યકરો અને તેડાગરો અને આઈસીડીએસ સીવાયની અન્ય કામો સોંપવા નહીં. આ પરિપત્ર જે તે કલેકટર, મ્યુનિસિપલ કમીશનર, જિલ્લા વિકાસ અધિકારી કચેરીમાં મોકલી અપાયો હતો.

જેમા જણાવ્યા અનુસાર સંચલિત બાળ વિકાસ સેવા યોજના મહત્વની છે. આ યોજનાનો ધ્યેય જોઈએ તો 6 વર્ષથી નાના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધારી ગુણવંત્તા સભર બનાવવું. આ ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે આંગણવાડી કેન્દ્રો પર કાર્યકર અને તેડાગર દ્વારા 6 સેવાઓ પુરી પડાઇ છે. આ સિવાયની પ્રવૃતિઓ સોંપાઈ તો આ કામોમાં વિક્ષેપ પડી શકે છે.

અને આઈસીડીએસ સેવાઓ અંતર્ગત કાર્યક્રમો સિવાયના અન્ય કોઈ કાર્યક્રમ નહી સોંપવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે.ઊનાની વાત કરીએ 24મેનાં મામલતદારે એક પરિપત્ર બહાર પાડી આ વિભાગના કર્મચારીઓને ફ્લડ કંન્ટ્રોલરૂમ, ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર પર ડ્યુટી ફાળવી દેતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અને કર્મીઓ પણ મુઝવણમાં મુકાયા છે. આગામી દિવસોમાં હવે શું નિર્ણય લેવામાં આવે છે. એ જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...