યોગ્ય કરવાની માગ:મોટા સમઢીયાળામાં અત્યાચારનો ભોગ બનનારને ન્યાય આપવા માંગ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવેદન આપી રજૂઆત કરવામાં આવી, યોગ્ય કરવાની માંગ કરાઈ

વર્ષ 2016માં ગીરગઢડાના મોટા સમઢીયાળાની ઘટનામાં અત્યાચારના ભોગ બનનારને ન્યાય આપવા તેમજ બનાવ બાદ અનુ.જાતીના અનેક લોકો પર દાખલ કરાયેલ ખોટી ફરીયાદો રદ કરવાની માંગ સાથે સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ તથા સમગ્ર અનુ.જાતી સમાજ દ્રારા ડે. કલેક્ટરને સંબોધી રાષ્ટ્રપતિ દિલ્લીને લેખિત રજુઆત કરી હતી.

મોટા સમઢીયાળામાં વર્ષ 2016માં અનુજાતીના લોકો પર અત્યાચારના બનાવ બાદ ગુજરાતમાં અનેક લોકો આ બનાવને લઇ લાગણી વંશ થઇ આવેદન, રેલી, તેમજ પીડીત પરીવારને ન્યાય મળે તે હેતુથી રજુઆતો કરવા દરમ્યાન આંદોલન કારીઓ પર જે ખોટી ફરીયાદો દાખલ કરાયેલ છે. તે તમામ ફરીયાદો પરત ખેસવામાં આવે તેમજ આ ખોટી ફરીયાદોનો ભોગ બનેલ તમામ લોકોને તાત્કાલીક ધોરણે ન્યાય આપવામાં આવે એવી માંગ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...