ઊના પંથકના કાણકબરડા ગામનાં પ્લોટ વિસ્તારમાંથી ફોરટ્રેક રોડ પસાર થતો હોય. આ મુખ્ય હાઇવે પર નાળુ બનાવવાની માંગ સાથે ગ્રામ પંચાયતના સરપંચ સોનીબેન સોલંકીએ ના. કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી હતી.ઊના તાલુકાનાં કાણકબરડા ગામ નજીકથી ફોરટ્રેક રોડ પસાર થતો હોય જે ગામનાં મુખ્ય રસ્તાની બન્ને સાઇડોમાં પ્લોટ વિસ્તાર આવેલ હોય. જેથી ભવિષ્યમાં બાળકો, ખેડૂતો અને ગ્રામજનોને અવર જવર કરવામાં અકસ્માતનો ભય રહે છે.
આ બાબતે અગાઉ તંત્રને 11 માર્ચ- 2022નાં લેખિત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી. હાલ હાઇવેનું કામ ચાલુ હોય અને ગ્રામજનો દ્રારા કામગીરી અટકાવામાં આવી છે. અને આ ફોરટ્રેક રોડ પર નાળુ બનાવવામાં નહી આવે તો ના છુટકે ગ્રામજનો દ્રારા આંદોલન કરવાની ફરજ પડશે. જેથી અગાઉ કરેલ રજુઆતને ધ્યાને લઇ બાળકો, ખેડૂતોના માલઢોર તેમજ ગ્રામજનોને અવર જવર માટેની સમસ્યા હલ થઈ શકે. ત્યારે ગ્રામજનોમાંથી આ રોડ પર નાળુ બનાવવમાં માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.