માંગ:સાઇક્લોન સેન્ટરની જાળવણી માટે ભંડોળ ફાળવવા માંગણી

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનાના સૈયદ રાજપરા બંદરમાં સરકાર દ્રારા આપતિના સમયમાં સ્થાનિક લોકોને રક્ષણ તથા કોઇ પ્રકારે જાનહાની ન થાય તે માટે આશરે 6 કરોડનાં ખર્ચે સાઇક્લોન સેન્ટર બનાવવામાં આવેલ છે. જે કુદરતી આપતી જેવી વાવાઝોડા, પુર હોનારત, અતિવૃષ્ટી જેવા સમયમાં ઉપયોગી થાય છે. ગત વર્ષ દરમ્યાન ઊના તાલુકામાં તાઉતે વાવાઝોડા દરમ્યાન ભયંકર મોટી આપતિ સર્જાઇ હતી.તે વખતે બંદરમાં આશરે 200થી વધુ લોકોને આ સાઇક્લોન સેન્ટરમાં સુરક્ષીત રીતે આશરો મળેલ હતો. જેથી આ સાઇક્લોન સેન્ટર ખુબજ ઉપયોગી છે.

આ સાઇક્લોન સેન્ટરમાં તા.6 મે.2022ના હેન્ડઓવર કરેલછે. તેના સંચાલન માટે કે તેની જાળવણી માટે સરકાર દ્રારા કોઇ ભંડોળ ફાળવવામાં આવેલ નથી. તેથી આવા વિશાળ બિલ્ડીંગનું સંચાલન, દેખરેખ, સ્વચ્છતા, જાળવણી તેમજ ગે.કા. પ્રવૃતિના થાય તેમજ કોઇ અણબનાવ ના બને તે માટે અહીં એક ચોકીદારની તેમજ સીસી ટીવી કેમેરાથી સજ્જ કરવાની વ્યવસ્થા ખુબજ જરૂરી છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લઇ સાઇક્લોનની જાળવણી માટે ભંડોળ ફાળવેલ તેવી ગામના સરપંચ ભરતભાઇ કામળીયાએ રાજ્યના આપતિ વ્યવસ્થાપન સત્તા મંડળને તથા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...