માંગણી:કાણકબરડા ગામને ઓવરબ્રિજ આપવા ગ્રામજનોમાંથી ઉઠી માંગ

ઊના12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતના ભય હેઠળ લોકો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને પસાર થવું પડી રહ્યું છે

ઊના પંથકનાં કાણકબરડા ગામથી અડધો કિ.મી.દૂર હાઇવે બાયપાસ પસાર થતો હોય. ત્યારે હાઇવે ઓથોરીટી દ્રારા કાણકબરડા રોડ પર ઓવરબ્રિજ આપવામાં આવે તો ગ્રામજનોને ચિંતામાંથી મુક્તી મળે છે. જોકે આ ઓવરબ્રિજ આપવામાં ન આવે તો દરરોજ કાણકબરડા ગ્રામજનોને હાઇવે પરથી સામેની સાઇડમાંથી અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

જોકે હાઇવેની સામે કાંઠે કાણકબરડા ગામના ખેડૂતની પચાસ ટકા ખેતીની જમીન આવેલી છે. અને ઘણા ખેડૂતો વાડીએજ રહેતા હોય તેવોના બાળકોને અભ્યાસ માટે ગામમાં જવા માટે અવર જવર કરવુ પડતુ હોય અને જે ખેડૂતો ગામમાં રહેતા હોય તેના ખેતરે માલઢોર લઇ જવામાં પણ મુશ્કેલી પડશે.

હાઇવે દ્રારા અહીં ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ગ્રામજનો અને ખેડૂતોને અકસ્માતના ભયથી મુક્તી મળી શકે છે. અને આ ઓવરબ્રિજ બનાવવામાં ન આવે તો રોજ માટે અકસ્માતના ભય હેઠળ લોકોને અવર જવર કરવાની ફરજ પડશે. આ બાબતે અગાઉ ગ્રામ પંચાયત દ્રારા નાયબ કલેક્ટરને લેખિત રજુઆત કરવા છતાં તેનો જવાબ પણ આપવામાં આવેલ ન હોવાનો શૂર ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...