શિક્ષણ પર અસર:ગીરસોમનાથ જિલ્લાની શાળાઓમાં 428 શિક્ષકોની ઘટ

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 546 શાળાઓ કાર્યરત છે,શિક્ષણક્ષેત્રે કરવામાં આવતા દાવા પોકળ

ગીર સોમનાથ જિલ્લાની શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય જેમની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે.એક તરફ શિક્ષણ વિભાગને આધુનિક ટેકનિકલ તરફ લઇ જવા પ્રયત્ન કરી રહ્યુ છે. અને નવી નિતી લાગુ કરી શિક્ષણને સમગ્ર દેશમાં એક સરખુ શિક્ષણ બાળકોને મળે તેવા પ્રયત્ન અને નિયમો લાગુ કરી રહી છે. બીજી તરફ ગીરસોમનાથ જિલ્લાની સરકારી શાળાઓમાં અલગ અલગ તાલુકાના ગામોમાં 428 જેટલા શિક્ષકોની ઘટ લાંબા વર્ષોથી હોવા છતાં સેટપ થયેલી ખાલી જગ્યા ન ભરવા બાળકો શિક્ષણથી વંચિત રહે તેવી સ્થિતી નિર્માણ થયું છે.

જીલ્લા શિક્ષણ સમીતી ગીરસોમનાથ દ્રારા તા.1 મે.2022 ની સ્થિતીએ ગીર સોમનાથ જીલ્લામાં આવેલી 546 શાળાઓ 6 તાલુકામાં આવેલી હોય તેમાં ધો. 1 થી 5 ના પ્રા. શિક્ષણમાં 238 શિક્ષકોની જગ્યા ખાલી પડેલ છે. તેમજ 57 જગ્યા ભાષાકીય શિક્ષકો, 56 ગણીત વિજ્ઞાનના શિક્ષકોની ઘટ અને સામાજીક વિ.માં ૭૭ શિક્ષકો ઘટી રહ્યા છે.

આમ કુલ 428 શિક્ષકોની ઘટ ઉના, ગીરગઢડા, તાલાળા, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ તાલુકાની જુદી જુદી શાળાઓમાં શિક્ષકો ન હોવાના કારણે ગ્રામિણ અને શહેરી વિસ્તારની શાળાઓમાં ધો.1 થી 8 સુધી અભ્યાસ કરતા પ્રા.શિક્ષણના બાળકોનો પાયોજ કાંચો રહેતો હોવાના કારણે બાળકોનુ ભવિષ્ય અધ્ધરતાલ રહેતુ હોવાનો શૂર શિક્ષણ ક્ષેત્રમાં ઉઠી રહ્યું છે.

ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્રારા પ્રાથમિક શિક્ષણનો પાયો મજબુત કરવા અનેક યોજના અમલમાં મુકી નાના ભુલકા અને છાત્રોને ગુણવતા ભર્યુ શિક્ષણ મળી રહે તેના ભાગરૂપે અનેક આધુનિક ઉપકર્ણો તેમજ સુવિધાનો લાભ શાળાઓને આપી અને બાળકોના શિક્ષણ ઘડતર સારી રીતે કરવા પ્રયાસ કરાય છે. પરંતુ ભાષાકિય શિક્ષકો તેમજ ગણિત વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન જેવા મહત્વના વિષયોના શિક્ષકો ઉપરોક્ત શાળાઓમાં ન હોવાના કારણે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા મોટી સંખ્યામાં બાળકોને ગુણવતા ભર્યુ શિક્ષણ નહી મળતા તેની કારકિર્દી પર પ્રશ્નાર્થ લાગી જાય છે.

અને આવા બાળક માધ્યમિક શાળાઓમાં જાય છે ત્યારે મહત્વના વિષય પર શિક્ષણ મેળવવા નિષ્ફળ જતાં હોવાના કારણે શિક્ષણ છોડી અન્ય પ્રવૃતિ તરફ ધકેલાય જતા હોવાના કારણે આગળ અભ્યાસ કરી શક્તા નથી. રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણની ગુણવતા જાળવવા ગીરસોમનાથ જીલ્લામાં આવેલી 546 શાળાઓમાં ઘટતા 428 શિક્ષકોની તાત્કાલીક ભરતી કરી નવા સત્રથી પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવા પ્રયત્ન હાથ ધરવા જોઇએ. તેવી વાલી મંડળોની માંગણી ઉઠી રહી છે.

તાલુકો1 થી 5ભાષાગણિત-વિજ્ઞાન

સામાજીક-વિજ્ઞાન

ઉના91211127
ગીરગઢડા49191929
તાલાલા25995
કોડીનાર21135
સુત્રાપાડા14694
વેરાવળ381067

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...