દુઃખદ:મારા મારીના બનાવમાં ઈજાગ્રસ્તનું સારવારમાં મોત

ઊના23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવ હત્યામાં પલ્ટાયો, પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

ઊનાના સીમાસી ગામે જુના મનદુખના કારણે માથાફુટ થયેલ હોય જેનું સમાધાન કરાવવા માટે પંદર દિવસ પહેલા આગેવાનો સહીતના લોકો ગયેલા હતા. ત્યારે અચાનક મામલો બિચકતા ઉશ્કેરાયેલા શખ્સોએ એકસંપ કરી જીવલેણ હુમલો કરતા પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચી હતી. જેમાં હરમડિયા ગામના મુસ્લિમ જમાતના પ્રમુખ હાજીભાઇ નુરમહમદભાઇ કોરેજા, અબ્બાસભાઇ ભીખુભાઇ જુણેજા, યુનુશભાઇ કમલભાઇ સમા, કાદરભાઇ કોરેજીયા, જુસોબભાઇ જુણેજા સહીતને ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ હાલતમાં પ્રથમ સરકારી હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.

બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા હતા. જ્યાં હરમડિયા ગામના મુસ્લિમ જમાતના પ્રમુખ હાજીભાઇ નુરમહમદભાઇ કોરેજાનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...