વાહનચાલકોને અકસ્માતનો ભય:ઉના-ભાવનગર હાઇવે પર ટીપણા મુકતાં વાહનચાલોકોને અકસ્માતનો ભય; તાત્કાલિક ટીપણા હટાવી રોડનું સમારકામ કરાય તેવી માંગણી

ઉના15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉના ભાવનગર નેશનલ હાઇવે પર આવેલા ગાંગડા ગામે પુલ નજીક હાઈવે તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર અક્સ્માત સર્જાતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા રોડ પર ટીપણા મુકી દેવાતા રસ્તા પર પસાર થતા હજારો વાહનચાલકો રાત્રિના સમયે અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.

અગાઉ પણ આ પુલ નજીક રસ્તાની સાઇડમાં કટ હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાયા હતાં. ત્યારે હાઈવે તંત્રએ સાઇડમાં માટી નાખી સંતોષ માની લીધો હતો. અને તેમ છતાં રસ્તાની સાઇડોમાં કટ હોવાથી અકસ્માતની ઘટના વારંવાર બની રહી છે. ત્યારે તંત્ર હજુ પણ કોઇ વાહન અકસ્માતમાં ભોગ બને તેની રાહ જોઇ રહ્યું હોય તેમ સાઈડોમાં રિપેર કરવાને બદલે માત્ર રસ્તા પર ટીપણા ગોઠવી દેવામાં આવેલા છે. જેથી રાત્રિનાં સમયે વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ હાઈવે પુલ પર રસ્તાની સાઇડો તેમજ રસ્તા પર કટ હોવાથી ચાલું વાહનો ઉછળતાં, પલ્ટી ખાઇ જતાં ગંભીર અક્સ્માત સર્જાય છે. આથી તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું લેવલ તેમજ કટ વ્યવથીત કરી ટીપણા દૂર કરવામાં આવે તેવી વાહનચાલકોની માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...