અકસ્માતનો ભય:ઊના - ભાવનગર નેશનલ હાઈવે પર તંત્ર દ્વારા ટીપણા મૂકી દેવાતાં અકસ્માતનો ભય

ઊના14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોડની સાઈડમાં કટ પડતી હોય સર્જાઈ રહ્યાં’તા અકસ્માત, રીપેરીંગની માંગ

ઊના- ભાવનગર નેશનલ હાઇવે પર આવેલ ગાંગડા ગામે પુલ નજીક હાઈવે તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર અક્સ્માત સર્જાઈ રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા રોડ પર ટીપણા મુકી દેવાતા રસ્તા પરથી પસાર થતા હજારો વાહન ચાલકો રાત્રિના સમયે અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. અગાઉ પણ આ પુલ નજીક રસ્તાની સાઇડમાં કટ હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાઈ રહ્યાં હતા. ત્યારે હાઈવે દ્રારા સાઇડોમાં માટી નાખી સંતોષ માની લીધો હતો. અને તેમ છતાં રસ્તાની સાઇડોમાં કટ હોવાથી અકસ્માતની ઘટના વારંવાર બની રહી છે.

ત્યારે તંત્ર હજુ પણ કોઇ વાહન ચાલક અકસ્માતનો ભોગ બને તેની રાહ જોઇ રહ્યું હોય તેમ સાઈડો રીપેર કરવાને બદલે માત્ર રસ્તા પર ટીપણા ગોઠવી દેવામાં આવ્યા છે. જેથી રાત્રિનાં સમયે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ હાઈવે પુલ પર રસ્તાની સાઇડો તેમજ રસ્તા પર કટ હોવાથી ચાલું વાહનો ઉછળતા પલ્ટી ખાઇ જતાં ગંભીર અક્સ્માત સર્જાય છે. આથી તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું લેવલ તેમજ કટ વ્યવસ્થિત કરી ટીપણા દૂર કરાય એવી વાહન ચાલકોમાંતી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...