ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરોને ડામી દેવા એક ઝુંબેશ હાથ ધરાઈ છે. જે અંતર્ગત ઉના પોલીસ પી.આઈ. એન.કે. ગોસ્વામીએ પંથકના આગેવાનો, વેપારી અગ્રણી અને સામાજીક ક્ષેત્રના આગેવાનોનો જનસંપર્ક કરી વ્યાજના દુષણને નાબુદ કરવા પ્રક્રિયા હાથ ધરી છે.
ઉના શહેરમાં માઘવ બાગ ખાતે પી.આઇ ગોસ્વામી દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં અગ્રણી, આગેવાનો તેમજ પત્રકાર અને વેપારી સાથે બેઠક યોજી સમાજમાં વ્યાજખોરોના ત્રાસના કારણે બનતી આપઘાતની ઘટનાઓને સમાજ વિરોધી જણાવી આવા વ્યાજખોરોને ખુલ્લા પાડવા સહકાર સાથે માહિતી આપવા મીડીયા મારફત સમાજને અપીલ કરવામાં આવી હતી. પુરાવા સાથે વ્યાજખોરનો ભોગ બનનારા લોકો કોઇપણ ડર અનુભવ્યા વગર સામે આવે તેને મદદ કરવા કટીબંધ હોવાનું જણાવેલ છે.
આ તકે વિવિધ અગ્રણીઓ ઇશ્વરભાઇ જેઠવાણી, મિતેશભાઇ શાહ, રામભાઇ વાળા, ચંન્દ્રેશભાઇ જોષી, મનોજભાઇ બાંભણીયા, પ્રકાશભાઇ ટાંક, કમલેશભાઇ બાંભણીયા, રસીકભાઇ ચાવડા તેમજ બેંકના કર્મચારીઓ, નાના મોટા વેપારીઓ, અગ્રણીઓ, આગેવાનો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્ય સરકારે વ્યાજનો ધંધો કાયમી બંધ કરાવવા અને ભોગ બનતા સમાજને બચાવવાની ઝુંબેશને આવકારી હતી અને પોલીસની કામગીરીને સહકાર આપવાની ખાત્રી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.