દેશી દારૂના અડ્ડા ફરી ધમધમ્યા?:ગીરગઢડાના દ્રોણ ગામમાં રહેણાંક મકાનમાં દેશી દારૂની રેલમછેલ; ઘટનાનો વીડિયો વાઈરલ થતાં પંથકમાં ચકચાર

ઉના19 દિવસ પહેલા

થોડા દિવસો પહેલા બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોના જીવ ગયા હતા. ત્યારે પોલીસે હરકતમાં આવી તમામ સ્થળોમાં દેશી દારૂના અડ્ડાઓમાં રેડ કરી હતી અને દારૂ વેચાતો બંધ કર્યો હતો. ત્યારબાદ ફરી દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય તેમ ગીરગઢડાના દ્રોણ ગામે દેશી દારૂ વેચાતો હોવાની સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી.

સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર
ગીરગઢડાના દ્રોણ ગામમાં એક ગ્રાહક મહિલાના ઘરના દરવાજા પાસે ઉભો રહી દેશી દારૂની કોથળી માંગતા મહિલા ઘરની અંદર જાય છે અને એક દેશી દારૂની કોથળી લઈ આવે છે. ત્યારે દેશી દારૂની કોથળી લેવા આવેલો ગ્રાહક મહિલાને કહે છે કે બહુ બીવે છે મારા આતા. ત્યારે મહિલા કહે છે એમાં એવું છે પૈસા આપવા છતાં આપણી માથે પોલીસ કેસ કરે એટલે.

પોલીસની કામગીરી માથે સવાલો ઉભા થયા
ત્યારે ગ્રાહક કહે છે કે એમાં એવું થયું અમે બધા સાથે જ નિકળ્યા, ત્યાં કોઈ છે નહી. તેવું બોલતા અંદરથી એક વ્યક્તિ બોલે છે આપી દીધી તો અહીંથી ફટાફટ નિકળી જા. ગ્રાહક કહે છે કે નિકળી જાઉં હા નિકળી જાઉ. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. આમ ખુલ્લે આમ દેશી દારૂની કોથળી વેચાતી હોવાનુ જોવા મળતાં પોલીસની કામગીરી માથે સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...