કામગીરી:સનખડા-ગાંગડા બિસ્માર રોડ પર ખાડા બુરવાની કામગીરી શરૂ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી હતી, દિવાળી સુધીમાં રસ્તાનું કામ થઈ જશે

ઊનાના સનખડા ગાંગડા ગામે છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તો હોવાના કારણે આજુબાજુના ગામના લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડતી હોય આ બાબતની અનેકવાર રજુઆત કરવા છતાં તંત્રની આંખ આડા કાન કરતા હોય તેવો ઘાટ સર્જાયેલ હોય હાલ ચોમાસાની ઋતુમાં રોડની હાલત દયનિય બની જતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે પૂર્વ ધારાસભ્ય કે સી રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધી સામતભાઇ ચારણીયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇને તાલુકા યુવા ભાજપ મહામંત્રી હનુભા ગોહીલે રજુઆત કરી હતી.

જેથી માર્ગ મકાન વિભાગ દ્રારા તાત્કાલીક રોડ પર કામચલાઉ રીપેરીંગ કરવામાં આવેલ જેમાં રસ્તા પર ખાડામાં મોટી કાંકરી નાખી તંત્રએ સંતોષ માની લીધેલ હોય તેમ રસ્તા પર સામાન્ય વરસાદ પડતા ફરી રસ્તાની હાલત ખરાબ થવાની ભીતી સેવાય રહી છે. જોકે સનખડા-ગાંગડા રોડને નવિનીકરણ કરવા માટેની મંજુરી મળી ગયેલ હોવા છતાં હાલ પુરતા ખાડા બુરવામાં આવેલ અને આ રસ્તાનું કામ દિવાળી સુધીમાં થઇ જશે તેવું જાણવા મળેલ છે. ત્યારે રસ્તા પર પડેલા મસમોટા ખાડામાં તંત્ર દ્રારા કાંકરી નાખવાની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...