રજૂઆત:ઊનાના અમુક ગામો ગ્રાન્ટમાંથી બાકાત

ઊના6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેસરના સરપંચે કલેકટરને કરી રજૂઆત, તપાસની પણ કરી માંગ

વર્ષ-2023,24માં 15 ટકા વિવેકાધીન અને એટીવીટીની ગ્રાન્ટનાં આયોજન માટે ઊનાનાં ગામડાઓ પાસે તા.પં. અને એટીવીટી શાખા દ્વારા ક્યાં ક્યાં કામોની જરૂરીતાય છે તેના વિશે લેખીત માંગ કરાઈ હતી. લેટરહેડના માધ્યમથી ગામોમાં જરૂરીયાત મુજબ વિકાસ કામોનું સૂચન કર્યું હતું. બાદ તા.પં. અને એટીવીટી શાખા ઊનાનો સંપર્ક કરી ક્યાં કામોની ફળવણી કરે છે તેની તપાસ કરાઈ હતી. જેમાં ઊનાનાં 77 ગામો છે જે પૈકી અમુક ગામોને ઉપરોક્ત બંને પ્રકારની ગ્રાન્ટ પૈકી એક પણ પ્રકારનું કામ અપાયું નથી.

જેમાં મોટા ડેસર, સીલોજ, લામધાર, કંસારી, કાળાપણ, દુધાળા, નાઠેજ, ભાચા, ભેભા, માણેકપુર, મેણ, યાજપુર, રજપૂત રાજપરા, સિમર, સુલતાનપુર, અને સોનારીનો સમાવેશ થાય છે. વધુ તપાસમાં ખુલેલ કે બંને પ્રકારની ગ્રાન્ટ પૈકી કોઇ એક ગામમાં એક કરતા વધારે કામો ફાળવ્યા છે જેમ કે 15 ટકા વિવેકાધીનની ગ્રાન્ટ પૈકી કોઇ એક ગામમાં એક કરતા વધારે કામો ફાળવ્યા છે. તેમજ એટીવીટીની ગ્રાન્ટ પૈકી પણ કોઇ એક ગામમાં એક કરતા વધારે કામો ફાળવ્યા છે. આમ આ તમામ ગામો સાથે ભેદભાવ રાખી વર્ષ 2023,24માં 15 ટકા વિવેકાધીન અને એટીવીટીની ગ્રાન્ટોમાંથી બાકાત રાખ્યા છે.

આથી બંને ગ્રાન્ટમાંથી ગામડાઓ સાથે શું કામ ભેદભાવ કરાયો છે તે પ્રશ્ન છે તેમજ કોઇ એક ગ્રાન્ટ પૈકી અન્ય જરૂરિયાત વાળા ગામડા હોવા છતાં કોઈ એક ગામમાં એક કરતા વધારે કામોની ફાળવણી કરી શકાય કે નહીં તે પણ સવાલ થઈ રહ્યો છે. આ બાબતે યોગ્ય તપાસ કરી બંને પ્રકારની ગ્રાન્ટમાં તમામ ગામોમાં ફાળવવા ડેસરના સરપંચ દક્ષાબેન શીંગડે રજૂઆત કરી છે અને આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...