ભાજપની જીત થતા આતશબાજી:ઉના કોળી સેના દ્વારા શહેર ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સવની ઉજવણી

ઉના4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કોળી સેના સ્થાપક અને કોળી સમાજના પરષોત્તમ સોલંકી અને ગુજરાત રાજ્યના પ્રમુખ હીરા સોલંકીનો ગુજરાત વિધાનસભામાં વિજય થતા ઉના કોળી સેના દ્વારા શહેર ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરવામાં આવી હતી.

ગીર સોમનાથ જુનાગઢ જિલ્લાના પ્રમુખ દીપાબેન બાંભણિયા, ગીર સોમનાથ જુનાગઢ જિલ્લાના ઉપપ્રમુખ મનોજ બાંભણિયા, કોળી સેના તાલુકા પ્રમુખ પ્રવીણ મેવાડા, શહેર પ્રમુખ ભાવેશ સોલંકી, મહામંત્રી વિજય બાંભણિયા, ઉપ-પ્રમુખ પંકજ સોલંકી તથા કોળી સેનાના કાર્યકર્તાઓ અને એસી ગ્રુપના કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં ભવ્ય વિજય ઉત્સવ મનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...